DAIVAGNA SAMAJ VAPI
Connect Us On
  • Home
    • Daivagna Samaj Vapi Commitee
    • Mitra Mandal
    • Trustee Mandal
    • Sewa Samaj
  • Gallery
    • IMAGES >
      • Golden memories
      • Inaam Vitran 2019
      • Navchandi Yagna
      • Cricket Tournament
      • Samuh Yagnopawit
      • Patotshav
      • Rang Avdhoot Jayanti 2012 >
        • Video Rang Avdhoot Jayanti
      • Indoor Games Tournament
      • Cricket Tournament Above 40
      • Datta Jayanti 2011
      • Shri Ganesh Mahotsav 2014 >
        • Ganesh Mahotsav 2014
        • Bappa in Our Samaj
  • Gotravli
    • ગોત્રાવલી
  • Updates
  • Foundation
  • Hall Booking
  • Search
  • Result 2018
  • Cricket Scores
  • GsebResult
 શ્રી દૈવજ્ઞ સમાજ વાપી ની વેબસાઇટ પર આપનું હાર્દિક સ્વાગત છે.                                                                                                                           Shri Daivagna Samaj Vapi Welcomes You.                                                                                                                            શ્રી દૈવજ્ઞ સમાજ વાપી ની વેબસાઇટ પર આપનું હાર્દિક સ્વાગત છે.                                                                                                                           Shri Daivagna Samaj Vapi Welcomes You.
શ્રી દૈવજ્ઞ સમાજ વાપી ની વેબસાઇટ પર આપનું હાર્દિક સ્વાગત છે.                                                                                                                           શ્રી દૈવજ્ઞ સમાજ વાપી ની વેબસાઇટ પર આપનું હાર્દિક સ્વાગત છે.                                                                                                                           શ્રી દૈવજ્ઞ સમાજ વાપી ની વેબસાઇટ પર આપનું હાર્દિક સ્વાગત છે.                                                                                                                           શ્રી દૈવજ્ઞ સમાજ વાપી ની વેબસાઇટ પર આપનું હાર્દિક સ્વાગત છે.








Css Button Styles by Free-Web-Buttons.com v2.0


ધોન્ડે / દૈવજ્ઞ

Picture


Picture
                    
                   
                     ધોન્ડે અને દૈવજ્ઞ કુટુંબ ના કુળદેવી એવા શ્રી વજ્રેશ્વરી માતા નું ભવ્ય મંદિર મહારાષ્ટ્ર  રાજ્યના  થાણે જીલ્લામાં આવેલ ભિવંડી તાલુકામાં “તન્સા” નદી ને કાંઠે આવેલ વજ્રેશ્વરી ગામે સ્થાપિત છે. વજ્રેશ્વરી માતાનું મંદિર
"
શ્રી વજ્રેશ્વરી યોગીની દેવી મંદિર" ના નામે પણ પ્રચલિત છે.વજ્રેશ્વરી મંદિર
વાપી થી લગભગ ૧૨૭ કી.મી. ના અંતરે વિરાર તરફ પર્વતમાળાઓ થી ઘેરાયેલ "મદનગીરી" નામક ટેકરી પર આવેલ છે


Picture
                    

                  વજ્રેશ્વરી માતાનું મૂળ મંદિર "વડવાલી" ગામ થી (પહેલા ના સમય મા વજ્રેશ્વરી ગામ એ વડવાલીના નામે પ્રખ્યાત હતું, સમય જતા વજ્રેશ્વરી માતા ના મંદિર ના પ્રભાવ હેઠળ ગામ નું નામ બદલી ને વજ્રેશ્વરી રાખવામાં આવ્યું.) લગભગ ૮ કી.મી. ઊતરે આવેલ "ગુંજ" નામક ગામમાં હતું. પોર્તુગીસ શાસનકાળ દરમ્યાન થયેલ હુમલાઓ મા મૂળ મંદિર ના ખંડન બાદ મંદિર મુળ જગ્યા "ગુંજ" થી વજ્રેશ્વરી ( તે સમય નું વડવાલી ) ખસેડવાનો નિર્ણય લેવાયો.
                             
                  ઈ.સ.૧૭૩૯ મા પોર્તુગીસ શાસન હેઠળ ના વસઈ ના કિલ્લા ને જીતવા  ચિમાજી અપ્પા એ 
( પેશ્વા બાજીરાવ[પહેલા] ના નાનાં ભાઈ અને સેનાપતિ ) લશ્કરી છાવણી વડવાલી ગામ પાસે ઉભી કરી હતી.
ત્રણ વર્ષ થવા છતાં પણ વસઈ નો કિલ્લો તેમના માટે અભેદ્યરહ્યો હતો, માન્યતા અનુસાર વસઈ નો કિલ્લો સર કરવા અને પોર્તુગીસો ને હરાવવા ચીમ્મજી અપ્પા એ આઈ  શ્રી વજ્રેશ્વરી માતા ને પ્રાથના કરી અને તેમનું મંદિર બાંધવા ની માનતા રાખી. પુરાણો અનુસાર વજ્રેશ્વરી માતા એ ચીમ્માંજી અપ્પા ના સ્વપ્ના મા આવી કિલ્લો સર કરવાની માર્ગ બતાવ્યો.  ૧૬-મે , એ વાસી નો કિલ્લો પડી ભાંગ્યો અને વાસી મા પોર્તુગીસ સાશન નો અંત આવ્યો. આ જીત ને વધાવવા અને માતા વજ્રેશ્વરી સમક્ષ લીધેલ માનતા પૂર્ણ કરવા  ચિમાજી અપ્પા એ નવા નીમાયેલા સુબેદાર "શંકર કેશવ ફાડકે" ને આઈ શ્રી વજ્રેશ્વરી માતા નું મંદિર બાંધવાનો આદેશ આપ્યો.       

                મંદિર નું બાંધકામ કિલ્લા ને આધારિત હતું , નગર નો મુખ્ય પ્રવેશદ્વાર મરાઠા કુળ ના શાસાનકર્તા ગાયકવાડી કુટુંબ દ્વારા બંધાવવામાં આવ્યો. ઉપરાંત મંદિર સમક્ષ  દીપમાળ તથા પગથીયા નાશિકના નાણાં ધીરનાર "શ્રી નાનાં સાહેબ ચંદવાડકર" દ્વારા  બંધાવવામાં આવ્યા હતા.  

                 
Picture
                          
                        પુરાણો અનુસાર, ભગવાન શ્રી રામ અને પરશુરામ એ વડવાલી પ્રાંત ની મુલાકાત લીધી હતી.  ઉપરાંત ભગવાન પરશુરામ એ વડવાલી ની પર્વતમાળાઓમા યજ્ઞો પણ કર્યા હતા. 
શ્રી વજ્રેશ્વરી માતા
( વજ્રેશ્વરી = વજ્ર ધારણ કરેલ ) સાથે બે દંત કથા પણ જોડાયેલ છે. ઉપરાંત દંત કથા "વજ્ર" સાથે જોડાયેલ છે.

                     હજારો વર્ષો પૂર્વે, કાલીકટ( કાલીકાલા ) નામક રાક્ષસ વડવાલી અને તે વિસ્તાર માં વસતા મનુષ્યો તેમજ સાધુ ઓ પર ત્રાસ ગુજારતો. આથી મનુષ્યો અને સાધુ ઓ ને ભય મુક્ત કરાવવા દેવો એ 
વશિષ્ઠ મુની પાસે દેવી ને રીઝવવા ત્રી-ચંડી યજ્ઞ કરાવ્યો. પરંતુ યજ્ઞ મા દેવો ના રાજા એવા  ઈંદ્ર દેવ ની આહુતી નો અસ્વીકાર થતા તેમણે ક્રોધિત થઇ તેમના સસ્ત્ર "વજ્ર" વડે પ્રહાર કર્યો. ગભરાયેલા દેવો અને સાધુ ઓએ તેમનું રક્ષણ કરવા દેવી ને પ્રાથના કરી. દેવી એ તેમની પ્રાથના સાંભળી પ્રગટ થયા અને ના કેવળ, દેવો ના રાજા ઇન્દ્રને શાંત કરી વજ્ર નો પ્રહાર ખાળ્યો પરંતુ, સાથે  રાક્ષસ કાલીકટ નો પણ સંહાર કર્યો. ભગવાન
શ્રી રામ એ દેવી ને વડવાલી મા બિરાજમાન થવા વિનંતી કરી અને દેવી ત્યાર બાદ માતા શ્રી વજ્રેશ્વરી ના નામથી પ્રચલિત થયા.
                    
                   
                     ધોન્ડે અને દૈવજ્ઞ કુટુંબ ના કુળદેવી એવા શ્રી વજ્રેશ્વરી માતા નું ભવ્ય મંદિર મહારાષ્ટ્ર  રાજ્યના  થાણે જીલ્લામાં આવેલ ભિવંડી તાલુકામાં “તન્સા” નદી ને કાંઠે આવેલ વજ્રેશ્વરી ગામે સ્થાપિત છે. વજ્રેશ્વરી માતાનું મંદિર"શ્રી વજ્રેશ્વરી યોગીની દેવી મંદિર" ના નામે પણ પ્રચલિત છે.વજ્રેશ્વરી મંદિરવાપી થી લગભગ ૧૨૭ કી.મી. ના અંતરે વિરાર તરફ પર્વતમાળાઓ થી ઘેરાયેલ "મદનગીરી" નામક ટેકરી પર આવેલ છે
 ધોન્ડે અને દૈવજ્ઞ કુટુંબ ના કુળદેવી એવા શ્રી વજ્રેશ્વરી માતા નું ભવ્ય મંદિર મહારાષ્ટ્ર  રાજ્યના  થાણે જીલ્લામાં આવેલ ભિવંડી તાલુકામાં “તન્સા” નદી ને કાંઠે આવેલ વજ્રેશ્વરી ગામે સ્થાપિત છે. વજ્રેશ્વરી માતાનું મંદિર"શ્રી વજ્રેશ્વરી યોગીની દેવી મંદિર" ના નામે પણ પ્રચલિત છે.વજ્રેશ્વરી મંદિરવાપી થી લગભગ ૧૨૭ કી.મી. ના અંતરે વિરાર તરફ પર્વતમાળાઓ થી ઘેરાયેલ "મદનગીરી" નામક ટેકરી પર આવેલ છે
Powered by Create your own unique website with customizable templates.