તળેકર / માહુલકર / ચેઉલકર | |
|---|---|
| કુળ દેવી : મહાલક્ષ્મી માંતા સ્થળ : દહાણું ગૌત્ર : કશ્યપ શાખા : વાજશનેય વેદ : યજુર્વેદ સુત્ર : બૌધાયન | |
સ્થળ અને મંદિર વિષે : __________________________
૩ કી.મી. ના અંતરે.) જયારે ગુજરાતના વાપી શહેરથી ને.હા.નં-૮ પર મુંબઈ તરફ જતા લગભગ 52 કી.મી. ના અંતરે આવેલ છે.
આ ડુંગર અને બાજુમાં આવેલ ઉંધા વાડકા જેવો ડુંગર સ્થાનીય લોકોમાં "ઉખળી અને મુશળ" (ખાંડણી અને ખાંડણીયું) તરીકે પણ ઓળખાય છે. જ્યાં જવા માટે દહાણું થી ચારોટી જતા દહાણું થી લગભગ ૧૮ કી.મી. એ આવેલ "વધવા" ગામમાંથી ગઢ (ડુંગર) પર જવા માટેનો રસ્ત્તો છે. ( મુખ્ય સડક પર "ગઢ મહાલક્ષ્મી" નું બોર્ડ લાગેલ છે.)
આ દહાણું મહાલક્ષ્મી માતા ના મૂળ સ્થાનક માં સ્વચ્છ પાણી ના ઝરણા પણ આવેલ છે. મંદિર માં બહારની બાજુ એ વિવિધ દેવી-દેવતા ની સુંદર મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે, જયારે માતા ના દર્શન કરવા માટે નાના ગોખલા વાટે બેસીને જવું પડે છે. ડુંગર પરના મંદિરની બહાર મોટો પરિસર છે અને બાજુમાંજ નવનિર્મિત ધર્મશાળાઓ પણ છે.
3 Comments
RSS Feed