ક્રિકેટ ટુર્નામેન્ટ ની શરૂઆત દત્તબાવની દ્વારા કરાઈ હતી. દત્તબાવની બાદ ડ્રો દ્વારા ચિટ્ઠી ઉછાળી નોકઆઉટ રાઉન્ડ ની મેચ નક્કી કરાઈ હતી અને જેમા ધરમપુર ટીમ ને Bye મળી હતી...
નોક-આઉટ રાઉન્ડ માં પ્રથમ મેચ - વલસાડ Vs સુરત ( વિજેતા - સુરત ) દ્વિત્ય મેચ - વાપી Vs મુંબઈ ( વિજેતા - વાપી ) અને ત્રીજી મેચ - દમણ A Vs દમણ B ( વિજેતા - દમણ A ) વચ્ચે રમાય હતી. ત્યારબાદ હારેલ ટીમો વચ્ચે ફરી ચિટ્ઠી ઉછાળવામાં આવી હતી, જેમાં વલસાડ ટીમ નું નામ આવતા નોક-આઉટ રાઉન્ડ ની ચોથી મેચ - ધરમપુર Vs વલસાડ ( વિજેતા - ધરમપુર ) રમાઈ હતી.
સેમી-ફાઈનલ મેચ મા પેહલી મેચ વાપી Vs સુરત ( વિજેતા - વાપી )
અને
દ્વિત્ય મેચ - દમણ A Vs ધરમપુર (વિજેતા - દમણ A ) રમાઈ હતી.
ફાઇનલ મેચ વાપી Vs દમણ A મા વાપી ટીમે દમણ A ને હરાવી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ ની વિજેતા બની હતી.
ટુર્નામેન્ટ મા મેન ઓફ ધ સીરીઝ તરીકે વાપી ના કેયુર ગજરે ની પસંદગી થઇ હતી.
વિજેતા ટીમ વાપી ને દમણ સમાજ ના પ્રમુખ ના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટ નું યુવક મંડળ દમણ સમાજ દ્વારા ખુબજ સુંદર આયોજન કરાયું હતું જેમાં મુંબઈ થી લઇ અમદાવાદ સુધી ના દરેક દૈવજ્ઞ બાંધવોએ આનંદ માણ્યો હતો. સાથે સાથે સમગ્ર ટુર્નામેન્ટ નું સમાજની વેબસાઈટ www.DaivagnaSamajVapi.com ની ટીમ દ્વારા WhatsApp ઉપર live સ્કોરીંગ પણ કરવામાં આવ્યું હતું જેમાં આપણા સમાજ ના દેશ - વિદેશ માં રહેતા દૈવજ્ઞ બાંધવોએ ભાગ લઇ ઘર બેઠા ક્રિકેટ સ્કોરિંગ ની મઝા માણી હતી.